અમિત શાહના હસ્તે 27મીએ ગ-4 અંડરપાસનું લોકાર્પણ

0
311

શહેરમાં ગ-4 ખાતે બની રહેલાં અંડરપાસની કામગીરી પૂર્ણ થઈ છે. ત્યારે હવે 27મીએ અંડરપાસનું લોકાર્પણ થશે. મળેલી માહિતી મુજબ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ગ-4 અંડરપાસનું લોકાર્પણ થશે. સ્માર્ટસિટી પ્રોજેક્ટ અંતર્ગત ઘ-4 અને ગ-4 ખાતે 69.75 કરોડના ખર્ચે અંડરપાસ બનાવાનું કામ મંજૂર કરાયું હતું. લાંબા સમયથી ચાલતી ગ-4 અંડરપાસની કામગીરી પૂર્ણ થતાં હવે તેનું લોકાર્પણ થશે. ગ-4 અંડરપાસમાં બોક્ષની લંબાઈ 163 મીટર તથા બંને તરફના એપ્રોચની લંબાઈ 694 મીટર છે.અંડરપાસની કુલ લંબાઈ 857 મીટર તથા પહોળાઈ 15.20 મીટર થાય છે. રાત્રીના સમયે પૂરતી પ્રકાશ રહે તે માટે લાઈટ્સ અને રાહદારી ચાલી શકે તે માટે ફૂટપાથ પર બનાવામાં આવી છે. આ સાથે અકસ્માત ન થાય અને રોડ સેફ્ટી જળવાઈ રહે તે માટે બંને તરફ ક્રેશ બેરીયર પણ લગાવાયા છે. ચોમાસા દરમિયાન પાણી ન ભરાઈ રહે તે માટે સ્ટ્રોમ વોટર ડ્રેઈને નાખવામાં આવેલ છે. આ સાથે અંડરપાસની બંને બાજુ બે સંપ બનાવામાં આવ્યા છે. દરેક સંપમાં ચાર એમ કુલ આઠ પંપ મુકવામાં આવ્યા છે, જેના દ્વારા પાણીનો નિકાલ તાત્કાલિક થઈ શકે. અંડરપાસની ઉપર બાજુ ગાર્ડન તૈયાર કરાયો છે,એટલે વિધાનસભાથી મહાત્મા મંદિર સુધી સળંગ સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન રહેશે.