અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 12 લોકોને લઈને વધુ એક ફ્લાઇટ રવિવારે ભારત પહોંચી….

0
25

અમેરિકાથી દેશનિકાલ કરાયેલા 12 લોકોને લઈને વધુ એક ફ્લાઇટ રવિવારે સાંજે ભારત પહોંચી હતી. આ લોકોને ડિપોર્ટ કર્યા પછી અમેરિકાએ તેમને પનામા મોકલી દીધા હતા. ત્યાંથી તેમને ભારત પાછા લાવવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીયોને લઈને ચાર વિમાનો ભારત પરત ફર્યા છે. આ વખતે ભારતીયોને પરત લાવતું વિમાન દિલ્હીમાં ઉતર્યું હતું, જ્યારે અગાઉના ત્રણ વિમાનો અમૃતસરમાં ઉતર્યા હતા.