અમેરિકાથી સારવાર કરાવીને પાછા આવેલા ઋષિ કપૂરને મળવા પહોંચી આલિયા ભટ્ટ

0
1294

ફિલ્મ અભિનેત્રી આલિયા ભટ્ટ રણબીર કપૂરના ઘરની બહાર જોવા મળી. તે અમેરિકા કેન્સરનો ઈલાજ કરાવીને પાછા ફરેલા ઋષિ કપૂરને મળવા પહોંચી હતી. આ વાતથી એ વાતનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે તે ઋષિ કપૂર અને નીતૂ કપૂરનો હાલ જાણવા જ રણબીર કપૂરના ઘરે પહોંચી હતી. છેલ્લા એક વર્ષથી ઋષિ કપૂર અમેરિકામાં કેન્સરનો પોતાનો ઈલાજ કરાવી રહ્યા હતા.

રણબીર કપૂરના ઘરે પહોંચેલી આલિયા ભટ્ટે આ મોકા પર પીળા રંગના શરારા, કુર્તો અને દુપટ્ટો પહેર્યો હતો. આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પોતાના સંબંધોને લઈને હાલ ચર્ચામાં છે. બંનેએ પોતાના સંબંધોને સાર્વજનિક પણ કરી દીધા છે. બંને એક સાથે કામ પણ કરી રહ્યા છે. બંને જલ્દી ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં સાથે નજર આવશે. ઘણી વાર તેઓ સાથે જોવા મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here