અલ્લુ અર્જુન અને અટલી ભારતીય સિનેમાની સૌથી મોટી ફિલ્મોમાંની એકના શૂટિંગમાં વ્યસ્ત છે, જેને હાલમાં AA22xA6 તરીકે ઓળખવામાં આવે છે. તેના પ્રકારની એક અનોખી ઓલ્ટરનેટ રિયાલિટી તરીકે ઓળખાતી, AA22xA6 ખૂબ જ મોટા બજેટ પર બનાવવામાં આવી રહી છે. ટીમમાં ફિલ્મના એક્શન અને વિઝ્યુઅલ્સ ડિઝાઇન કરવા માટે આંતરરાષ્ટ્રીય ક્રૂ નો સમાવેશ કરવામાં આવ્યો છે. નિર્માતાઓએ અલ્લુ અર્જુન સાથે એક દમદાર કાસ્ટ આ ફિલ્મ માટે પસંદ કરી છે, જેમાં દીપિકા પાદુકોણ મુખ્ય ભૂમિકામાં છે. તે સિવાય તેમાં રશ્મિકા મંદાના, જાહ્નવી કપૂર અને મૃણાલ ઠાકુર મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળશે.
હવે એવા અહેવાલો છે કે દીપિકા પાદુકોણ નવેમ્બર મહિનાથી અલ્લુ અર્જુન અને અટલી સાથે તેની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા માટે તૈયાર છે. સુત્રના જણાવ્યા અનુસાર, “દીપિકા પાદુકોણે ફિલ્મની તૈયારી શરૂ કરી દીધી છે અને નવેમ્બર 2025માં સેટ પર જોડાય તેવી અપેક્ષા છે. તેણે ફિલ્મનાં શૂટિંગ માટે 100 દિવસ ફાળવ્યા છે અને તે આ પ્રવાસ દરમિયાન ડ્રામા અને એક્શનથી ભરપૂર દ્રશ્યો ભજવશે તેવી અપેક્ષા છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણે અલ્લુ અર્જુન સાથે પહેલા ક્યારેય ન જોઈ હોય તેવી સિક્નવ્સ છે. ટીમે દીપિકાના પાત્ર માટે યોદ્ધા અને હથિયારો સાથેનો ખાસ લૂક ડિઝાઇન કર્યો છે.






