‘અવરસ લોકશાહીનો’ અભિયાન અંતર્ગત તા. ૧૪મી નવે.થી વિવિધ મતદાન જાગૃત્તિ કાર્યક્રમો યોજાશે

0
214

જિલ્લામાં મતદાન જાગૃત્તિ અર્થે ચિત્ર, રંગોળી, રેલી, સંગીત, સહી ઝુંબેશ અને શપથ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૨માં મતદાનની ટકાવારી વધે અને નાગરિકો ઉત્સાહભેર મતદાન કરવા પ્રેરાય એવા ઉમદા આશયથી ચૂંટણી પંચ દ્વારા શરૂ કરવામાં આવેલા ‘અવસર લોકશાહીનો’ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવિણા ડી.કે.ના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃત્તિ અર્થે ચિત્ર, રંગોળી, રેલી, સંગીત,
સહી ઝુંબેશ અને શપથ સહિતના વિવિધ જનજાગૃત્તિ કાર્યક્રમ યોજાશે.
વિશ્વની સૌથી મોટી લોકશાહી એવા આપણા દેશ ભારત દેશમાં ચૂંટણી પ્રક્રિયા એક અવસરની જેમ યોજાય તેવા ઉમદા આશયથી ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીને રાજયના મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા ‘અવસર લોકશાહીનો’ અભિયાન તરીકે સાંકળીને વિવિધ જનજાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ અવસરમાં સૌ નાગરિકો સહભાગી બને અને ઉત્સાહપૂર્વક મતદાન કરે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ અભિયાન હેઠળ ગાંધીનગર જિલ્લામાં SVEEP-સ્વીપ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
જે અંતર્ગત તા. ૧૪મી નવેમ્બર, ૨૦૨૨ના રોજ જિલ્લામાં મતદાન જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ઘા યોજાશે. જ્યારે તા. ૧૬મી નવેમ્બરના રોજ કોઇ પણ એક સ્થળે રંગોળી કાર્યક્રમ અને તા. ૧૭મી નવેમ્બરના રોજ જાહેરસ્થળો ખાતે પોસ્ટર બેનરથી મતદાન જાગૃત્તિ કાર્યક્રમ યોજાશે. તા.૨૧મી નવેમ્બરના રોજ મતદાન અંગેનો શપથ કાર્યક્રમ, તા. ૨૪મી નવેમ્બરના રોજ સિગ્નેચર કેમ્પેઇન, તા. ૨૬મી નવેમ્બરના રોજ મતદાન જાગૃત્તિ રેલી અને તા. ૩૦મી નવેમ્બરના રોજ સંગીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં શાળાના વિવિધ વિદ્યાર્થીઓને સાથે રાખીને યોજવામાં આવશે.