આગામી 48 કલાકમાં કેટલાય રાજ્યોમાં માવઠું થવાની સંભાવના …

0
216

ગાઢ ધુમ્મસ અને કડકડતી ઠંડીની વચ્ચે ભારતીય હવામાન વિભાગે તાજેતરમાં પૂર્વાનુમાન જાહેર કર્યું છે. લેટેસ્ટ વેદર અપડેટ અનુસાર, ઉત્તર અને પૂર્વી ભારતના લોકોને હાલમાં હાડ થિજવતી ઠંડીથી કોઈ રાહત મળશે નહીં. કેટલાય રાજ્યોમાં કોલ્ડ ડેની સ્થિતી બની રહેશે, તો અમુક રાજ્યોમાં ભીષણ શીતલહેર ચાલવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. IMDએ કેટલાય રાજ્યોમાં ગાઢ ધુમ્મસ છવાઈ રહેશે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે. ઉત્તર અને પૂર્વી ભારતમાં પડી રહેલી કડકડતી ઠંડીના કારણે લોકોનું જીવવું મુશ્કેલ થઈ ગયું છે. સામાન્ય જનજીવન પર તેની વ્યાપક અસર પડી રહી છે. ગાઢ ધુમ્મસના કારણે રેલ પરિવહન પણ પ્રભાવિત થયું છે. આગાી 48 કલાકમાં અમુક રાજ્યોમાં મિજાજ બદલાશે અને હળવો વરસાદ થઈ શકે છે.