આજે ગાંધીનગરના આ રસ્તાઓ રહેશે બંધ…

0
226

ગુજરાતના આંગણે પહેલીવાર Filmfare Awards યોજાઈ રહ્યો છે. ગિફ્ટ સિટીમાં યોજાનારા Filmfare Awards ના આયોજનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ માટે એવોર્ડ ફંક્શન માટે ગિફ્ટ સિટી કન્ટ્રી કલબ પાસે મુખ્ય સ્ટેજ બનાવવામાં આવ્યું છે. ફિલ્મ ઉદ્યોગના ગુજરાતમાં વિકાસની તકોની દ્રષ્ટિએ ફિલ્મફેરનું ગુજરાતમાં આયોજન થઈ રહ્યું છે. બૉલિવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અનેક સિતારાઓ ફિલ્મફેર એવોર્ડમાં પર્ફોમન્સ આપશે. ફિલ્મ જગતની અનેક હસ્તીઓ ફિલ્મફેર એવોર્ડમાં હાજરી આપશે. પરંતુ ફિલ્મફેર એવોર્ડને લઈને આજે ગાંધીનગરમાં રસ્તા બંધ રહેવાના છે.

ફિલ્મફેર એવોર્ડને લઈ જિલ્લા કલેક્ટરનું જાહેરનામું
Filmfare Awards ને લઈ જિલ્લા કલેક્ટરનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આવતીકાલે 28 જાન્યુઆરીએ આ માર્ગ જાહેર જનતા માટે બંધ ગાંધીનગરના આ રસ્તાઓ રાખવામાં આવ્યા છે. 28 જાન્યુઆરીના રોજ બપોરે 12 વાગ્યાથી મધ્યરાત્રી સુધી અમુક રસ્તાઓ જાહેર જનતા માટે બંધ રાખવામાં આવશે. 28 જાન્યુઆરીના રોજ બપોરે 12 વાગ્યાથી મધ્યરાત્રી સુધી ગાંધીનગરના કેટલાક રસ્તાઓ જાહેર જનતા માટે બંધ રાખવામાં આવશે.
આ રસ્તાઓ જાહેર જનતા માટે બંધ રહેશે
જિલ્લા કલેક્ટરના જાહેરનામા મુજબ, નેશનલ ફિલ્મફેર એવોર્ડ સમારોહ નિમિત્તે 28 જાન્યુઆરી, 2024 ના રોજ ગાંધીનગરમાં પીડીપીયુથી ગિફ્ટ સિટી તરફ જતાં આઈકોનિક બ્રિજ અને ગિફ્ટ સિટી તરફનો રસ્તો જાહેર જનતાની અવરજવર માટે બંધ રાખવામાં આવશે. આ ઉપરાંત, શાહપુર બ્રિજથી ગિફ્ટ સિટી તરફ જતો રસ્તો જાહેર જનતા માટે બંધ રહેશે. વૈકલ્પિક માર્ગ તરીકે શાહપુર બ્રિજથી સીધા લવારપુર બ્રિજ તરફનો માર્ગ વાહનચાલકોના અવરજવર માટે ઉપયોગમાં લઈ શકાશે.