Home Hot News આદિત્ય L1એ અંતિમ ઓર્બિટમાં પ્રવેશ કર્યો : ભારતે રચ્યો ઈતિહાસ

આદિત્ય L1એ અંતિમ ઓર્બિટમાં પ્રવેશ કર્યો : ભારતે રચ્યો ઈતિહાસ

0
306

ભારતે સ્પેસ સેક્ટરમાં શનિવારે એક મોટી સિદ્ધિ હાંસલ કરી લીધી છે. ચંદ્રયાન-3ની સફળતા બાદ આજે ભારતનું પ્રથમ સોલર મિશન ‘આદિત્ય L1’ સાંજે ચાર વાગ્યાની આસપાસ પોતાના લક્ષ્યાંક પર પહોંચી ગયું છે. ભારતીય સ્પેસ એજન્સી ઈસરોએ તેને કમાન્ડ આપીને L1 પોઈન્ટની હેલો ઓર્બિટ પર પહોંચાડી દીધું છે. યાનને પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટર દૂર સૂર્ય-પૃથ્વી ઓર્બિટના ‘લેંગ્રેજ પોઈન્ટ 1’ (L1)ની આસપાસ ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યું છે. તેને 2 સપ્ટેમ્બરના રોજ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી સૂર્ય તરફ મોકલવામાં આવ્યું હતું. જે પોતાની 15 લાખ કિલોમીટરની યાત્રા પૂરી કરીને પોતાના નિર્ધારીત સ્થાન પર પહોંચ્યું છે.