આદિપુરુષના ડાયલૉગ રાઈટર મનોજ મુંતશિરના સૂર બદલ્યા, માફી માંગતા કહ્યું, બજરંગ બલી કૃપા કરે

0
297

પ્રભાસની ફિલ્મ ‘આદિપુરુષ’ના ડાયલોગ્સ લખનાર રાઈટર મનોજ મુંતશિરના હવે સૂર બદલાયેલા જોવા મળી રહ્યા છે. અત્યાર સુધી પોતાના બચાવમાં નિવેદન આપનાર મનોજે હવે હાથ જોડીને માફી માંગી છે. તેણે સોશિયલ મીડિયા પર એક ટ્વિટ શેર કરી છે અને ભાઈઓ-બહેનો, વડીલો, આદરણીય ઋષિ-સંતો અને શ્રી રામના ભક્તોની બિનશરતી માફી માંગી છે. તેણે કબૂલ્યું હતું કે આ ફિલ્મથી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. તેણે લખ્યું કે ભગવાન બજરંગ બલી બધાનું ભલું કરે. નોંધનીય છે કે આ પહેલા મનોજે ભગવાન હનુમાન વિશે કહ્યું હતું કે તેઓ ભક્ત હતા, આપણે તેમને ભગવાન બનાવ્યા. આ નિવેદન માટે તેમની ઘણી ટીકા થઈ હતી.