આમિર ખાનની પુત્રી આઇરા ખાને નુપુર શિખરે સાથે કર્યાં રજિસ્ટર્ડ મેરેજ

0
187

આમિર ખાનની પુત્રી આયરા ખાન અને નુપુર શિખરે જનમો જનમ માટે એકબીજાના થઇ ગયા છે. 3 જાન્યુઆરીએ આયરાએ તેના મંગેતર સાથે લગ્ન કર્યા. પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં કપલે મુંબઈના તાજ એન્ડમાં રજિસ્ટર્ડ લગ્ન કર્યા હતા. આ સમયગાળાની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર છવાઇ ગયા છે. આ ખુશીના અવસરમાં અંબાણી પરિવારે પણ ભાગ લીધો હતો. આનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં આમિર તેની પૂર્વ પત્ની કિરણ રાવ સાથે તેના વીવીઆઈપી મહેમાનો મુકેશ અંબાણી અને નીતા અંબાણીને ગળે લગાવીને આવકારતા જોવા મળે છે.આ દરમિયાન શેરવાની અને ધોતીની સાથે માથા પર પાઘડી પહેરીને આમિરનો લુક એકદમ હેન્ડસમ લાગી રહ્યો હતો. ગોલ્ડન કલરની સાડી અને ગ્રીન ડિઝાઈનર બ્લાઉઝમાં કિરણ રાવનો લુક પણ એકદમ એલિગન્ટ લાગતો હતો. એવા અહેવાલો છે કે કોર્ટ મેરેજ બાદ હવે આ કપલ 8 જાન્યુઆરીએ ઉદયપુરમાં ભવ્ય લગ્ન કરશે.