આયુષમાને ફીમાં ૫૦૦ ટકાનો વધારો કરી નાખ્યો

0
1262

આયુષમાન ખુરાનાને સિનેમાજગતમાં ફક્ત સાત વરસ જ થયા છે. આટલી નાની સફરમાં તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખાસ સ્થાન બનાવી લીધું છે. એક પછી ેએક સુપરહિટ ફિલ્મો આપ્યા બાદ તેણે સિનેમાજગતના એક નવા સિતારા તરીકે પોતાને સ્થાપી દીધો છે. આયુષમાન પોતાની આ સફળતાનો લાભ લેવાનો નિર્ણય લીધો છે.તેણે આવતા વરસથી પોતાની ફીમાં વધારો કરી દીધો છે. જોકે આ વાતને સમર્થન મળ્યું નથી.

કહેવાય છે કે, આયુષમાને પોતાની ફીમાં ૫૦૦ ટકાનો વધારો કરી નાખ્યો છે. અત્યાર સુધીમાં તે એક ફિલ્મના રૂપિયા બે કરોડ ચાર્જ કરતો હતો, જે ૨૦૨૦ની સાલથી રૂપિયા દસ કરોડ મહેનતાણું લેવાનો છે. સોશિયલમ ીડિયા પરના પોર્ટલની વાત માનીએ તો, ‘ડ્રીમ ગર્લ’ની સફળતા બાદ દર્શકોમાં આયુષમાનની લોકપ્રિયતા વધી ગઇ છે.આયુષમાન એક એવો અભિનેતા કહેવાઇ રહ્યો છે, જેનું ફિલ્મમાં હોવાનો મતલબ ફિલ્મની સફળતા છે. ઉપરાંત ફિલ્મની વાર્તા પણ અફલાતૂન હોય તો જ પસંદ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here