આવી રહી છે મોટી ગુજરાતી ફિલ્મો…!!!

0
1707

હેલ્લારોઃ 8 નવેમ્બર
રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ હેલ્લારોને દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મના ટ્રેલર અને ગીતો રિલીઝ થયા પછી આ આતુરતા વધી છે. જેનો અંત 8 નવેમ્બરે આવશે. ફિલ્મની કથા કચ્છમાં આકાર લે છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મની અભિનેત્રીઓને પણ નેશનલ અવૉર્ડમાં સ્પેશિયલ મેન્શન મળી ચુક્યું છે.

મિસ્ટર કલાકારઃ 15 નવેમ્બર
ફિરોઝ ઈરાનીના પુત્ર અક્ષત ઈરાનીની ફિલ્મ મિસ્ટર કલાકાર 15 નવેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મને ખુદ ફિરોઝ ઈરાનીએ ડાયરેક્ટ કરી છે. ફિલ્મમાં મનોજ જોશી, પૂજા ઝવેરી જેવા કલાકારો છે.

ગુજરાત 11: 29 નવેમ્બર
ડેઈઝી શાહ અને પ્રતિક ગાંધીની ફિલ્મ ગુજરાત 11 29 નવેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મથી ડેઈઝી શાહ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરી રહ્યા છે. જયંત ગિલાટરની આ ફિલ્મ એક સ્પોર્ટ્સ ફિલ્મ છે.સાથે જ ઈન્ડસ્ટ્રીમાં પણ એવી ચર્ચા છે કે આ મોસ્ટ એક્સપેન્સિવ ગુજરાતી ફિલ્મ છે. જો કે આ ફિલ્મનું બજેટ કેટલું છે તેનો કોઈ આંકડો સામે નથી આવ્યો. ફિલ્મમાં ડેયઝી શાહ અને પ્રતીક ગાંધીની સાથે કવિન દવે પણ દેખાશે. કવિન દવે આ પહેલા બે યાર અને કિક સહિતની ફિલ્મોમાં દેખાયા હતા.

દિયા ધ વન્ડર ગર્લઃ 29 નવેમ્બર
આ ફિલ્મ રાજ્યની નવ વર્ષની ટેક્વાંડો માસ્ટર ગર્લ દિયા પર આધારિત છે. જે ગુજરાતી ભાષાની પહેલી સ્પોર્ટ્સ બાયોપિક છે. દિયા પટેલ ટેક્વાંડોમાં માસ્ટર છે. તેણે અનેક સ્પર્ધાઓમાં ભાગ લીધો છે. અને જુનિયર માર્શિયલ આર્ટ્સ નેશનલમાં ગોલ્ડ મેડલ જીતી ચુકી છે. આ બાયોપિકમાં દિયા પોતે જ પોતાનો રોલ કરી રહી છે.

જી
G ગુજરાતી નવેમ્બરના અંતમાં રિલીઝ થાય તેવી શક્યતાઓ છે. જેનાથી જાણીતી મોડેલ અન્વેષી જૈન ડેબ્યૂ કરી રહી છે. મયુ કાછડિયાની આ ફિલ્મમાં ચિરાગ જાની અને અભિમન્યૂ સિંહ પણ છે. ચિરાગ જાનીની પણ આ પહેલી ફિલ્મ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here