ઋષિ કપૂરનો પાર્થિવ દેહ પંચતત્વમાં થયો વિલીન

0
1181

બોલિવૂડના પીઢ અભિનેતા ઋષિ કપૂરનું 67 વર્ષની વયે આજે (30 એપ્રિલ) સવારે મુંબઈની એચ એન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં નિધન થયું હતું. અમિતાભ બચ્ચને તેમના નિધનની પુષ્ટિ કરી હતી. ઋષિ કપૂર લાંબા સમયથી કેન્સરથી પીડિત હતાં. વિવિધ શારીરિક તકલીફના કારણે તેમને 29 એપ્રિલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. તેમની તબિયત ગંભીર થતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતાં. જોકે, રાતના ત્રણ વાગે તેમણે રિસ્પોન્ડ કરવાનું બંધ કરી દીધું હતું અને તેમને 8.45 વાગે મૃત જાહેર કરવામાં આવ્યા હતાં.

ઋષિ કપૂરના મરીન લાઈન્સના ચંદનવાડી સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. બપોરે 3.45 કલાકે તેમનો પાર્થિવ દેહ સ્મશાન ઘાટ પહોંચ્યો હતો. ઈલેક્ટ્રીક સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સ્મશાન પહોંચ્યાના આશરે અડધા કલાકની અંદર જ ઋષિ કપૂરની અંતિમ સંસ્કારની પ્રક્રિયા પૂરી થઈ ગઈ હતી. પુત્ર રણબીર કપૂરે પિતાના અંતિમ સંસ્કારની વિધિ પૂરી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here