ઓડિશાના ત્રણ જિલ્લામાં સોનાની ખાણ મળી…

0
216

ઓડિશાના ત્રણ જિલ્લાના જુદાં-જુદાં લોકેશન્સ પર સોનાની ખાણ મળી આવી છે. રાજ્યની વિધાનસભામાં સ્ટીલ અને માઇન્સપ્રધાન પ્રફુલ્લા મલિકે સોમવારે આ જાણકારી પૂરી પાડી હતી. ધેનકનલના વિધાનસભ્ય સુધીર કુમાર સમલ દ્વારા પૂછવામાં આવેલા એક લેખિત સવાલના જવાબમાં આ પ્રધાને જણાવ્યું હતું કે ‘ડિરેક્ટરેટ ઑફ માઇન્સ અને જિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયાના સર્વેમાં દેવગઢ, ક્યોંજર અને મયૂરભંજ સહિત ત્રણ જિલ્લામાં સોનાના ભંડારની હાજરીનો ખુલાસો થયો છે.’ મલિક અનુસાર સોનાના આ ભંડાર ક્યોંજર જિલ્લામાં ચાર જગ્યાએ, મયૂરભંજ જિલ્લામાં ચાર જગ્યાએ અને દેવગઢ જિલ્લામાં એક જગ્યાએ મળી આવ્યા છે.
રીસન્ટલી જિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયાએ પહેલી વખત જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લાના સલલ-હૈમાના એરિયામાં ૫૯ લાખ ટન લિથિયમ ઇન્ફર્ડ રિસોર્સિસનો જથ્થો હોવાનું જાહેર કર્યું હતું. નોંધપાત્ર છે કે લિથિયમ ઇલેક્ટ્રિક વેહિકલ્સ તેમ જ સોલર પૅનલ સહિત અનેક વસ્તુઓના પ્રોડક્શનમાં ખૂબ જ ઉપયોગી છે.