ઓસ્ટ્રેલિયા ભારતીયોની વિઝા અરજીઓનો ઝડપથી નિકાલ કરશે: ધર્મેન્દ્ર પ્રધાન

0
258

ભારતીયોની ઓસ્ટ્રેલિયા માટેની બાકી વિઝા અરજીઓનો મુદ્દો દ્વિપક્ષીય મંચ પર ચર્ચાયો હોવાની માહિતી શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપી છે. તેમણે ઓસ્ટ્રેલિયાના શિક્ષણ મંત્રી જેસન ક્લેર સાથે મુદ્દાની ચર્ચા કરી હતી. ક્લેર પાંચ માર્ચ સુધી ભારતના પ્રવાસે છે.
ક્લેરે જણાવ્યું હતું કે, “મારા દેશ માટે ભારતીય વિદ્યાર્થીઓની વિઝા અરજીનો ઝડપી નિકાલ ટોચની પ્રાથમિકતા છે.” શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, “કોવિડ મહામારી પછી વિદ્યાર્થીઓ માટે વિઝાની પ્રક્રિયા અને કર્મચારીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ગયા વર્ષે ઓસ્ટ્રેલિયાની સરકારે અમને વધુ કર્મચારીઓ પૂરા પાડવાની અને પ્રક્રિયાને વધુ સરળ બનાવવાની ખાતરી આપી હતી.” તેમણે કહ્યું હતું કે, “ભારતીયોની ચાર લાખ વિઝા અરજી પેન્ડિંગ છે. જોકે, છેલ્લા પાંચ મહિનામાં તેમાં ઘટાડો નોંધાયો છે, પણ હજુ ઘણી અરજીઓનો નિકાલ બાકી છે. અમે વિદ્યાર્થીઓ અંગે દ્વિપક્ષીય મંચ પર ચર્ચા કરી ત્યારે ફરી આ સમસ્યાની ચર્ચા થઈ હતી.” ક્લેર સંસ્થાકીય ભાગીદારીને પ્રોત્સાહિત કરવા અને બંને દેશ વચ્ચે જોડાણ વધારવા માટેના ઓસ્ટ્રેલિયાના ઉચ્ચ શિક્ષણના લીડર્સના પ્રતિનિધી મંડળનું નેતૃત્વ કરી રહ્યા છે.” ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ગયા વર્ષે ઓસ્ટ્રેલિયાની મુલાકાત લીધી હતી. ક્લેરની મુલાકાતથી પ્રક્રિયા આગળ વધી છે.