શબાના આઝમીએ હાલમાં જ કંગના રનોટ પર શાબ્દિક પ્રહાર કર્યો છે. કંગના હંમેશાં દેશને લઈને તેનાં મંતવ્યો મુક્તપણે કહેવા માટે જાણીતી છે. કર્ણાટકમાં હામલાં સ્કૂલમાં હિજાબ ન પહેરવા માટેની કન્ટ્રોવર્સી પર કંગનાએ પોતાના વિચારો મુક્તપણે રજૂ કર્યા હતા. કંગનાએ સાયન્ટિસ્ટ અને ઑથર આનંદ રંગનાથનની પોસ્ટને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને લખ્યું હતું કે ‘જો તમારે બહાદુરી દેખાડવી હોય તો અફઘાનિસ્તાનમાં બુરખા ન પહેરીને દેખાડો. સ્વતંત્ર રહેતાં શીખો, પાંજરામાં બંધ થતાં નહીં.’ કંગનાની આ કમેન્ટ વિશે સવાલ કરતાં શબાના આઝમીએ ટ્વીટ કર્યું હતું કે ‘હું ખોટી હોઉં તો મને કહેજો, પરંતુ અફઘાનિસ્તાનને ધાર્મિક નેતાઓ દ્વારા ચલાવવામાં આવે છે. જોકે મને યાદ છે ત્યાં સુધી શું ઇન્ડિયા એક સેક્યુલર દેશ છે?’