કપિલ શર્માના કાફે પર ત્રીજી વખત ફાયરિંગ…..

0
217

કેનેડાના સરેમાં સ્થિત કપિલ શર્માના ‘કૅપ્સ કૅફે’ પર આ ત્રીજી વાર ગોળીબાર થયો છે. આ હુમલાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા ગોલ્ડી ઢિલ્લોંએ લીધી છે. તેમણે સોશિયલ મીડિયા પર ધમકી આપીને કહ્યું કે બોલિવૂડમાં ધર્મ વિરુદ્ધ બોલનારાઓ સાવધાન રહે. ગોળીબારમાં કોઈ ઘાયલ થયું નથી, પણ કેફે બંધ કરવું પડ્યું છે.કેનેડાના સરે શહેરમાં સ્થિત કોમેડિયન કપિલ શર્માના ‘કૅપ્સ કૅફે’ (Kapil’s Kaps Cafe) પર ફરી એકવાર ગોળીબારની ઘટના બની છે. આ ત્રીજી વખત છે જ્યારે તેમની રેસ્ટોરન્ટને નિશાન બનાવવામાં આવ્યું છે. ઘટનાનો એક વીડિયો (Video) પણ સામે આવ્યો છે, જેમાં હુમલાખોરો સતત ગોળીઓ ચલાવતા જોવા મળે છે.આ હુમલાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા ગોલ્ડી ઢિલ્લોં અને કુલદીપ સિદ્ધુ નેપાલી એ લીધી છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું કે આ હુમલો તેમણે કરાવ્યો છે.