કલમ 370ની નાબૂદીને પડકારતી અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટનો ચુકાદો

0
208

જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી બંધારણની કલમ 370ને નાબૂદ કરવાની કેન્દ્ર સરકારની બંધારણીય સત્તાને પડકારતી બે અરજીઓ અંગે સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો જાહેર કરશે. સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પ્રમાણે ન્યાયમૂર્તિ ડી વાય ચંદ્રચૂડનાં વડપણ હેઠળની પાંચ જજની બંધારણીય બેંચ ચૂકાદો આપશે.

સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે બે સપ્તાહ સુધી આ બંને અરજીઓ ઉપરની સુનાવણી હાથ ધરી હતી અને સુનાવણી પૂર્ણ થયા બાદ ચુકાદો અનામત રાખ્યો હતો. બંધારણના અનુચ્છેદ 370ને નાબૂદ કરવા સામે તાર્કિક રજુઆત કરનારી મુખ્યત્યે બે અરજીઓમાં વિશેષ કરીને બે મુદ્દાને સીધો પડકારવામાં આવ્યા હતા. પહેલો મુદ્દો રાષ્ટ્રપતિની બંધારણીય સત્તા સંબંધિત હતો, અને બીજો મુદ્દો જમ્મુ-કાશ્મીરને બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિભાજીત કરવા સંબંધિત હતો.