કલોલ અને દહેગામ ખાતે રોજગાર ભરતી મેળો – સ્વરોજગાર શિબિર યોજાશે

0
2091

ગાંધીનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા તા.૧૭મી સપ્ટેમ્બરના રોજ કલોલ અને તા.૧૯મી સપ્ટેમ્બરના રોજ દહેગામ ખાતે રોજગાર ભરતી મેળો- સ્વરોજગાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
તા. ૧૭મી સપ્ટેમ્બર, ૨૦૧૯ ના રોજ સરકારી ટેકનીકલ સંસ્થા, કલોલ પોલીસ સ્ટેશન સામે, અમદાવાદ-મહેસાણા હાઇવે, કલોલ ખાતે રોજગાર ભરતી મેળો – સ્વરોજગાર શિબિરનું આયોજન સવારના ૧૦.૩૦ કલાકે કરવામાં આવ્યું છે. તેમજ તા. ૧૯મી સપ્ટેમ્બરના રોજ સવારના ૧૦.૩૦ કલાકે મહાસુખલાલની વાડી, ભારત પ્રટ્રોલ પંપ સામે, દહેગામ ખાતે ભરતી મેળો અને સ્વરોજગાર શિબિર યોજાશે.
રોજગાર ભરતી મેળામાં ઘોરણ-૧૦ પાસ, ૧૨ પાસ/નાપાસ, આઇ.ટી.આઇ. ( તમામ ટ્રેડ), ડિપ્લોમા, ગ્રેજયુએટ થયેલા ઉમેદવારો તેમજ કોમ્પ્યુટર ઓપરેટર માટે કોમ્પ્યુટરના જાણકાર જેમ કે કોપા, બી.કોમ., બી.સી.એ. ઉમેદવારો ભાગ લઇ શકશે. ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારોએ તેમના બાયોડેટા, પ્રમાણપત્રની ઝેરોક્ષ નકલ તથા પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે રોજગાર ભરતીમેળામાં ઉપસ્થિત રહેવાનું રહેશે. વઘુ માહિતી માટે રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર બીજો માળ, સહયોગ સંકુલ, સેકટર-૧૧ ખાતે કરવા, રોજગાર અઘિકારી(જનરલ)એ જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here