કેન્દ્ર સરકારનું ઐતિહાસિક પગલું, – મહિલાઓને પણ મળશે NDA માં પ્રવેશ

0
491

મહિલાઓ પણ નેશનલ ડિફેન્સ એકેડમીમાં પ્રવેશ લઈ શકશે. કેન્દ્ર સરકારે બુધવારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે, ભારતના સશસ્ત્ર દળોમાં સ્થાયી કમીશન માટે મહિલાઓ પણ એનડીએમાં (NDA) ભરતી થશે. હાલમાં જ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને ભારતીય સેનાને ‘નીતિ’ના કારણે ફટકાર લગાવી હતી અને મામલાની સમીક્ષા કરવાનો આદેશ આપ્યો હતો. સાથોસાથ કોર્ટે આ વર્ષે યોજાનારી પરીક્ષામાં મહિલાઓને બેસવાની મંજૂરી આપી હતી.

જોકે, સરકારે કહ્યું છે કે, મહિલાઓને NDA પાઠ્યક્રમોમાં સામેલ કરવા માટે દિશા-નિર્દેશ તૈયાર કરવા માટે થોડો સમય જોઈશે. સુપ્રીમ કોર્ટે સરકારને 10 દિવસનો સમય આપ્યો છે. અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે, અમને એ જાણીને ખૂબ ખુશી થઈ રહી છે કે સશસ્ત્ર દળોએ જાતે જ મહિલાઓને NDAમાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે. અમે જાણીએ છીએ કે સુધાર એક દિવસમાં નથી થતો…સરકાર આ પ્રક્રિયા અને કાર્યવાહીની સમયમર્યાદા નક્કી કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here