કેન્દ્ર સરકાર બાદ હવે યુપીની યોગી સરકાર પણ દિવાળી પહેલાં સરકારી કર્મચારીઓને આપશે ભેટ

0
242

કેન્દ્ર સરકાર બાદ હવે યુપીની યોગી સરકાર પણ દિવાળી પહેલા રાજ્યના કર્મચારીઓ અને પેન્શનધારકોને ભેટ આપવાની તૈયારી કરી રહી છે. નાણા વિભાગ દ્વારા વર્તમાન કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થા/મોંઘવારી રાહત (DA/DR) વધારવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. કેબિનેટની મંજૂરી બાદ 1 જુલાઈથી DA/DR લાગુ કરવામાં આવશે. રાજ્યના 12 લાખ શિક્ષકો/કર્મચારીઓ અને 7 લાખ પેન્શનરોને ચાર ટકાના વધારાના ડીએનો લાભ મળશે. કર્મચારીઓને 1 જુલાઈથી સપ્ટેમ્બર સુધીનું એરિયર્સ પણ આપવામાં આવશે.દર વર્ષની જેમ આ વખતે પણ ઉત્તર પ્રદેશ સરકારે દિવાળી પહેલા દશેરાના સમયે ડીએમાં વધારો કરવાની તૈયારી કરી છે. હાલમાં, યુપીના કર્મચારીઓને 42 ટકાના દરે DA/DR ચૂકવવામાં આવે છે. ચાર ટકાના વધારા બાદ તે વધીને 46 ટકા થશે. આપને જણાવી દઈએ કે સરકાર દ્વારા વર્ષમાં બે વખત ડીએમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવે છે. પ્રથમ ડીએ વધારો દર વર્ષે 1 જાન્યુઆરીથી અને બીજો 1 જુલાઈથી લાગુ કરવામાં આવે છે. સૂત્રોનો દાવો છે કે કર્મચારીઓના વધેલા ડીએ ઓક્ટોબર મહિનાના પગારની બાકી રકમની સાથે ચૂકવવામાં આવશે.