કોરોના વાઈરસ સામેના જંગમાં મેડિકલ સાધનો, હોસ્પિટલો, દવા સંશોધનો, ગરીબોને ભોજન સહિતની સુવિધા માટે જંગી ભંડોળની જરૂર છે. આ માટે તાતા ટ્રસ્ટે પણ રૂ. 500 કરોડનો ખર્ચ કરવાનો નિર્ણય કર્યો છે. તાતા જૂથના ચેરમેન રતન તાતાએ આ જાહેરાત કરી હતી. આ સાથે જ તાતા જૂથ 1000 કરોડ રૂપિયા આપશે. આ નાણાંનો ઉપયોગ કોરોનાગ્રસ્તોની સારવારમાં રોકાયેલા આરોગ્ય સ્ટાફ તથા અન્ય સુવિધા માટે થશે. આ ઉપરાંત બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયાના પ્રેસિડન્ટ સૌરવ ગાંગુલીએ જાહેરાત કરી હતી કે, કોરોના સામેની લડાઈમાં બીસીસીઆઈ શક્ય તમામ મદદ કરવા તૈયાર છે. આ ઉપરાંત અમે પીએમ કેર્સ ફંડમાં રૂ. 51 કરોડ પણ જમા કરાવીએ છીએ. આ સાથે અભિનેતા અક્ષય કુમારે પણ એક ટ્વિટ કરી હતી કે, ‘અત્યારે દેશવાસીઓનું જીવન જ સૌથી મોટી પ્રાથમિકતા છે. કોરોના સામેના જંગમાં હું પીએમ કેર ફંડમાં રૂ. 25 કરોડ જમા કરાવી રહ્યો છું. જાન હૈ તો જહાન હૈ.’રતન તાતાએ કોરોના સામેના જંગમાં 500 કરોડ આપ્યા, BCCIએ 51 તો અક્ષયકુમારે 25 કરોડ આપ્યાં