ખોરજ ગામની હેવન સોસાયટીમાં જંતુ નાશક દવાનો છંટકાવ

0
1011

ગાંધીનગર તાલુકાના ખોરજ ગામની હેવન સોસાયટી, વૈષ્ણોદેવી સર્કલ ખાતે બે પોઝિટિવ કોરોના વાયરસના કેસ હોવાનીપ્રાથમિક માહિતી મળી હતી. આ શંકાના આધારે સમગ્ર સોસાયટીમા જંતુનાશક દવાનો છંટકાવ કરી સેનિટાઇઝેશન કરવામાં આવ્યું હતું.આ અંગે તાલુકા વિકાસ અધિકારી શ્રી જી.એ.ધાંધલીયાએ જણાવ્યું છે કે, આ સોસાટીમાં બે પોઝિટીવ કોરોનાવાયરસના કેસ હોવાનું પ્રાથમિક તબક્કે માલૂમ પડયું હતું. જેના કારણે ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી ર્ડા. કુલદીપ આર્ય અને જિલ્લા વિકાસઅધિકારી શ્રી આર.આર.રાવલના માર્ગદર્શન હેઠળ સરપંચ શ્રી ખોરજ તલાટી કમ મંત્રી શ્રી ખોરજ દ્વારા સ્થળની રૂબરૂ મુલાકાત લેવામાં આવીહતી. સમગ્ર સોસાયટીમા જંતુનાશક દવાનો છંટકાવ કરી સેનિટાઇઝેશન કરવામાં આવ્યું હતુંસોસાયટી માં લોકોની ભીડ એકઠી ન થાય અને ચુસ્તપણે લોક ડાઉનનું પાલન થાય તે અંગે સોસાયટીના પ્રમુખ અનેસેક્રેટરી ને કડક સૂચના આપવામાં આવી હતી. બહાર જતા લોકો માટે સીસીટીવી કેમેરાથી પણ નજર રાખવામાં આવશે અને રજીસ્ટર માં પણ તેનીનોંધ કરવામાં આવશે. અડાલજ પોલીસ સ્ટેશન જાણ કરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અડાલજ ને આ સોસાયટીમા ચુસ્ત પણે લોક ડાઉન અમલી બનેતે અંગે જણાવવામાં આવ્યું હતું.સોસાયટીના લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ જેવી કે અનાજ કરિયાણું દૂધ શાકભાજી સોસાયટીમાં જમળી રહે તે માટે ગ્રામ પંચાયત દ્વારા જરૂરી આયોજન હાથ ધરવામાં આવ્યું છે. સોસાયટીમાં લોકો હોમ ક્વોરેન્ટાઈન રહે અને તે માટે સરકાર શ્રી
દ્વારા જાહેર કરવામાં આવેલ તમામ એડવાઇઝરીની જાણકારી સોસાયટીના લોકોને આપવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here