ગટર સાથે વરસાદી પાણીની લાઈન જોડાતાં જાહેર આરોગ્ય સામે જોખમ…!?

0
363

ગાંધીનગરના નવા-જુના સેકટરોમાં વરસાદી પાણીની લાઈન સાથે ગટરલાઈન જોડાઈ જતાં ઠેર-ઠેર દુર્ગંધનું સામ્રાજ્ય
જામ્યું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. સે.૨૪, શ્રીનગર સોસાયટી, સે.૨૫, સૂર્યનારાયણ સોસાયટીમાં સર્જાયેલી આ
સ્થિતિને પગલે રહીશો દુર્ગંધથી ત્રસ્ત થઈ ગંભીર રોગચાળાના ભયથી ફફડી રહ્યાં છે. પાટનગરને સ્માર્ટ સિટી
બનાવવા સરકાર સતત પ્રયત્નશીલ છે. છેલ્લા કેટલાક સમયથી નવી
ગટરલાઈન, પીવાના પાણી તેમજ વરસાદી પાણીના નિકાલ માટેના કામો યુદ્ધના ધોરણે જરૂર થઈ રહ્યાં છે પરંતુ સ્થાનિક સ્તરે તંત્રની બેદરકારીને કારણે આ નવી સુવિધાઓ રહીશોને ઉપયોગમાં આવવાને બદલે સમસ્યાઓ સર્જે છે. ગ-માર્ગથી
સે.૨૪, શ્રીનગર સોસાયટીમાં પ્રવેશવાના સ્થળે, સે.૨૫, સૂર્યનારાયણ
સોસાયટીમાં શોપીંગ પાછળના વિસ્તારમાં તેમજ અનેક સ્થળોએ વરસાદી પાણીની લાઈન ગટર લાઈન સાથે ભેળવી દેવાતાં રહીશો ભયાનક દુર્ગંધનો
સામનો કરી રહ્યાં છે. નામશેષ થયેલા ગંભીર કોલેરાના રોગે મધ્ય ગુજરાતમાં
દેખા દીધી છે ત્યારે ગાંધીનગરમાં ગટર સાથે પીવાના પાણીની અને વરસાદી
પાણીની લાઈન જોડાતાં ગાંધીનગરાઓનું જાહેર આરોગ્ય સામે જોખમ
સર્જાય તે પહેલાં ઉચ્ચ કક્ષાએથી આ અંગે ત્વરિત ઘટતું થાય તે જરૂરી છે.અન્યથા નિર્દોષ રહીશોએ ભોગ બનવાનો વારો આવે તેમ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here