ગાંધીનગરમાં પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ રામ નવમીનાં દિને શોભાયાત્રાનું આયોજન

0
199

આજે દેશભરમાં રામ નવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.ગાંધીનગરમાં પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ આજે રામ નવમીનાં દિને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા ભગવાન શ્રી રામચંદ્રની ભવ્યાતિભવ્ય શોભાયાત્રાનું સેકટર – 7 ભારત માતા મંદિરથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા દસ કલાકનાં ગાળામાં શહેરના 20 થી વધુ મંદિરો આગળથી પસાર થઈ મોડી સાંજે પરત ભારત માતા મંદિરે પરત ફરશે. જ્યાં ભગવાન શ્રી રામચંદ્રની મહા આરતી પણ કરવામાં આવશે.