ગાંધીનગરમાં બે પીઆઈ-ચાર પીએસઆઇની આંતરિક બદલી કરાઈ

0
270

ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ સેટ્ટી દ્વારા બે પોલીસ ઇન્સ્પેકટર – ચાર પીએસઆઇની આંતરિક બદલીની સાથોસાથ અન્ય જિલ્લામાંથી બદલી થઈને આવેલા ત્રણ પીઆઈ તેમજ 14 પીએસઆઇને અલગ અલગ પોલીસ મથકમાં નિમણુંક આપવામાં આવી છે. જે પૈકી ઈન્ફોસિટી પીઆઈ ઓડેદરાની બદલી સચિવાલય સંકુલમાં કરી દેવાઈ છે. જ્યારે સેકટર – 7 પોલીસ મથકના સેંકડ પીઆઈ પી આર ચૌધરીને ઈન્ફોસિટી મૂકવામાં આવ્યા છે.

લોકસભા ચુંટણી સંદર્ભે તાજેતરમાં જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ સેટ્ટીએ એકસાથે 484 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરી દેવાતા પોલીસ બેડામાં સન્નાટો છવાઈ ગયો છે. ત્યારે એસપીએ ફરીવાર બદલીનો ગંજીફોચીપીનો ચીપવામાં આવ્યો છે. જે મુજબ ઈન્ફોસિટી પીઆઈ એલ ડી ઓડેદરાને સચિવાલય સંકુલમાં મૂકી દેવાયા છે. જ્યારે સેકટર – 7 પોલીસ મથકના સેકન્ડ પીઆઈ પી આર ચૌધરીને બદલી કરીને ઈન્ફોસિટી પોલીસ મથકમાં નિમણુંક આપવામાં આવી છે.