ગાંધીનગરમાં રાત્રે કામ વગર ઘરથી બહાર નીકળેલા સામે ગુનો નોંધાયો

0
596

સેક્ટર-13 ખાતે સાંજે 7 વાગ્યા પછી બીનજરૂરી બહાર નીકળેલા રહીશ સામે પોલીસે ગુનો નોંધ્યો છે. સે-7 પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે રાત્રે 8 વાગ્યાના સુમારે સેક્ટર-13 એ પાસે રોડ પર એક આધેડ ફરતાં જોવા મળ્યા હતા. અકબરભાઈ ઈસ્માઈલભાઈ મન્સુરી નામના આ રહીશને બહાર નીકળવા અંગે કારણ પૂછતાં તેમને સંતોષકારક જવાબ આપ્યો ન હતો. જેને પગલે પોલીસે તેમની સામે જાહેરનામા ભંગ અને મહામારી અધિનિયમ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here