ગાંધીનગરમાં હૃદયરોગના દર્દીઓ માટે સિવિલમાં ટેલીમેડિસીનની સેવા શરુ

0
542

આજે તા.૨૯ સપ્ટેમ્બરને વર્લ્ડ હાર્ટ ડે, આ વિશ્વ હૃદય દિવસ નિમિત્તે ગાંધીનગર શહેર અને જિલ્લાના દર્દીઓને મહત્વની સેવાની ભેટ સરકાર દ્વારા આપવામાં આવનાર છે. ગાંધીનગર સિવિલમાં અત્યાર સુધી હૃદયરોગને લગતા નિદાન અને સારવાર આપવામાં આવતી ન હતી ત્યારે આજથી અમદાવાદ યુએન મહેતાના સહયોગથી ગાંધીનગર સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં પણ હાર્ટ વિભાગ શરૃ થવા જઇ રહ્યો છે. આ માટે ઇન્સ્ટીટયુટના તજજ્ઞાોએ ગાંધીનગર સિવિલની મુલાકાત લીધી હતી અને મેડિસીન આપીડીમાંથી યુએન મહેતનાના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા આવતીકાલથી ટેલીમેડિસીનની સેવા શરૃ કરવામાં આવશે. આ સેવાના પ્રારંભથી ગાંધીનગરના દર્દીઓને હવે હૃદયરોગના સમાન્ય નિદાન માટે અમદાવાદ જવુ પડશે નહીં.
આજે વિશ્વ હૃદય દિવસ છે ત્યારે ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતના દર્દીઓન આ દિવસે ટેલીમેડિશન સેવાની ગાંધીનગર સિવિલમાં ખાસ ભેટ મળશે. આ અંગે મળતી માહિતી પ્રમાણે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કોઇ કાર્ડીયોલોજીસ્ટ ડોક્ટર નથી જેના કારણે મોટાભાગના દર્દીઓને હૃદય રોગના સામાન્ય નિદાન માટે પણ અમદાવાદ યુએન મહેતા હોસ્પિટલમાં અથવા તો ખાનગી હોસ્પિટલમાં જવુ પડે છે. ફક્ત ગાંધીનગર સિવિલમાં આઇસીયુ છે જેમાં હૃદયરોગના સામાન્ય દર્દીઓને દાખલ કરીને સારવાર આપવામાં આવે છે. અહીં પણ ક્રિટીકલ દર્દીઓને અમદાવાદ ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. ત્યારે આવતીકાલે વર્લ્ડ હાર્ડ ડે નિમિત્તે ગાંધીનગર સિવિલમાં હૃદયરોગ સંબંધિત ટેલીમેડિશનની સેવા શરૃ થઇ રહી છે. ગાંધીનગર સિવિલ અને અમદાવાદ યુ.એન. મહેતા ઇન્સ્ટીટયુટ વચ્ચે આ બાબતે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે અને આ બંને આરોગ્યની સંસ્થાઓના સહયોગથી ટેલીમેડિશનની સેવા શરૃ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here