ગાંધીનગર કમલમ ખાતે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં આજે 58 બેઠકો ઉપર ઉમેદવાર નક્કી થશે

0
298

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ ઉમેદવારો નક્કી કરવા બુલેટ ગતિએ બેઠકો કરી મંથન કરી રહ્યા છે. ગાંધીનગરમાં પ્રદેશ કાર્યાલય કમલમમાં 3 દિવસ ચૂંટણીલક્ષી બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે. આજે પ્રદેશ ભાજપ ચૂંટણી સમિતિની બેઠકનો બીજો દિવસ છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક દીઠ ત્રણ દાવેદારોની પેનલ બનશે. જેમાં જિલ્લા પ્રમાણે સંકલન બેઠકમાં દાવેદારોના નામ પર ચર્ચા થશે. આજે ભાજપની સંકલન સમિતિની બેઠકમાં પ્રદેશના તમામ નેતાઓ હાજર રહેશે. સંકલન બેઠકમાં તમામ દાવેદારો અંગે ચર્ચા કરીને દાવેદારોમાંથી મહત્વના નામો પાર્લામેન્ટ્રીમાં મોકલાશે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં પાર્લામેન્ટરી બોર્ડમાં જિલ્લાઓની બેઠકો માટે મંથન થશે સવારે 10 વાગ્યાથી બેઠકોની શરૂઆત થશે. એક એક બેઠક દીઠ ઉમેદવારોના નામ પર ચર્ચા થશે. નિરીક્ષકો અને જિલ્લા આગેવાનો સેન્સ પ્રક્રિયા વાળા નામોની યાદી આપશે.

આજે પ્રદેશ ભાજપ ચૂંટણી સમિતિની બેઠકનો બીજો દિવસ છે. ત્યારે ગાંધીનગર કમલમ ખાતે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં આજે 58 બેઠકો ઉપર મંથન થશે.