17મી મે સુધી કલોલ સહિત સમગ્ર ગાંધીનગર જિલ્લામાં સંપૂર્ણ લોકડાઉન લાગુ કરાયું છે. દૂધ અને દવા સિવાયની તમામ દુકાનો બંધ રહેશે. કોરોના પોઝિટિવના કેસો વધતા અને પ્રજા દ્વારા સતત લોકડાઉનના ભંગની ફરિયાદોને પગલે કલેક્ટર કુલદીપ આર્યએ નિર્ણય લીધો છે. જાહેરનામાના પગલે માર્ગો સૂમસામ બન્યા છે. કલોલની હિંમતલાલ પાર્ક સોસાયટીમાંથી 6 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વાવોલ, ઝુંડાલ, છાલા અને રાંધેજા ગામમાં પણ કેસો નોંધાતાં ગાંધીનગર જિલ્લામાં એક દિવસમાં 14 કેસ વધી ગયા છે.