ગાંધીનગર ડી-માર્ટનાં 4 કર્મીઓ કોરોના પોઝિટિવ આવ્યા

0
578

ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે આજે ગાંધીનગર ડી-માર્ટનાં 4 કર્મીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. ડી-માર્ટમાં કામ કરતાં 4 લોકો પોઝિટિવ બનતા આરોગ્ય વિભાગે પગલાં લીધાં છે. આરોગ્ય વિભાગ દ્રારા ગાંધીનગરમાં આવેલ ડી-માર્ટ સીલ કરવામાં આવ્યું છે. ડી-માર્ટ નાં 4 કર્મી ઉપરાંત આજે ગાંધીનગર શહેરમાં કુલ 7 લોકો કોરોનાં પોઝિટિવ સામે આવ્યાં છે.

નોંધનીય છે કે, ગાંધીનગરમાં ગઈ કાલે 21 કેસ નોંધાયા હતા. જિલ્લાની વાત કરીએ તો ગઈ કાલ સુધીમાં 172 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે કુલ 15 લોકોના મોત થયા છે. તેમજ ગઈ કાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં 173 એક્ટિવ કેસ હતા. જેમાં વધુ સાત ઉમેરાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here