ગાંધીનગર શહેરમાં છેલ્લા ઘણા દિવસથી ડહોળા પાણીની સમસ્યા

0
1628

ગાંધીનગર શહેરમાં છેલ્લા ઘણા દિવસથી ડહોળા પાણીની સમસ્યા કાયમી બની ગઇ હોય તેમ લાગે છે જેના કારણે રોગચાળાની દહેશત છે ત્યારે ગાંધીનગર શહેર અને આસપાસના વિસ્તારમાં પુરા પાડવામાં આવતા પાણીના પુરવઠાને શુધ્ધ કરવાના પ્લાન્ટમાં આધુનિકતાનો અભાવ હોવાનું સામે આવ્યું છે. તો ડહોળા પાણીની સમસ્યાને કાયમી ધોરણે દુર કરવા માટે તેમાં ફટકડી અથવા ડયુઅલ ફિલ્ટર મિડિયાનો ઉપયોગ કરવા પણ નિષ્ણાંતોએ તંત્રને સલાહ આપી છે.

ગાંધીનગર શહેરમાં અગાઉ અમદાવાદની જેમ સાબરમતી નદીનું પાણી શુધ્ધિકરણ પ્લાન્ટ મારફતે આપવામાં આવતું હતું. ગાંધીનગરને પુરો પાડવામાં આવતો પાણીનો પુરવઠો દુધેશ્વર ખાતેના પ્લાન્ટમાંથી શુધ્ધ થઇને આવતો હતો. આ પાણીમાં ચોમાસાની ઋતુ દરમિયાન બેથી ત્રણ હજાર પી.પી. એમ.ટરબીડીટી પણ મળતી હતી .આ પાણીને પણ શુધ્ધ કરીને તે વખતે પહોંચાડવામાં આવતું હતું. ત્યારે હાલ નર્મદા નદીનું કેનાલ મારફતે પાણી નગરમાં આપવામાં આવે છે.

જેમાં આછી ટરબીડીટી હોય છે તેમ છતા આ પાણીને સંપુર્ણ શુધ્ધ કરવામાં તંત્ર નિષ્ફળ જાય છે. હાલમાં નર્મદા નદીના કેનાલના પાણીમાં વધુમાં વધુ ૧૦૦થી ૧૨૫ પી.પી.એમ. ટરબીડીટી જોવા મળે છે. રેપીડ સેન્ડ ફિલ્ટરમાં ફટકડીના દ્રાવણથી પાણીમાં રહેલી ડહોળાશ દુર કરવામાં આવે છે. ચોખ્ખા પીવાના પાણીમાં ડહોળાશ પાંચ પી.પી.એમ. સુધી સ્વીકાર્ય છે.

જ્યારે ૨૫ પી.પી.એમ.વાળું પાણી તો જ્યાં શુધ્ધિકરણના સાધનો ન હોય ત્યાં આપવામાં આવે છે.ત્યારે વિકસતાજતા એન્જીનીયરીંગ અને વિજ્ઞાાનના સમયમાં ગુજરાત રાજ્યના પાટનગરમાં જ શુધ્ધ પાણી આપવામાં તંત્ર નિષ્ફળ સાબીત થયું છે.ત્યારે શુધ્ધિકરણ પ્લાન્ટમાં અધુનિકતા અને વિષયના જ્ઞાાનનો અભાવ હોવાને કારણે હાલ આ સમસ્યા ગાંધીનગરમાં કાયમી બની ગઇ છે ત્યારે ગાંધીનગરમાં પુરો પાડવામાં આવતો ડહોળાશવાળો પાણી પુરવઠો શુધ્ધ કરવા માટે તેમજ આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે ફટકડી સાથે પોલી એલ્યુમીન્યમ ક્લોરાઇડ અથવા ડયુઅલ ફિલ્ટર મિડિયાનો ઉપયોગ કરવા પણ તંત્રને નિષ્ણાંતો દ્વારા સલાહ આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here