ગુજરાતી સાયકોલિજક થ્રીલર ફિલ્મ ‘નાસૂર’નું પોસ્ટર રિલીઝ…

0
333

વર્ષ ૨૦૨૪ ગુજરાતી ફિલ્મોના ચાહકોમાં ઉત્સુકતા ભર્યું છે. વર્ષની શરૂઆતમાં જ વધુ એક ગુજરાતી ફિલ્મનું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. મેકર્સે ગુજરાતી સાયકોલોજિકલ થ્રીલર ફિલ્મ ‘નાસૂર’ નું પોસ્ટર રિલીઝ કર્યું છે. સાથે જ ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરી છે. ફિલ્મમાં હિતુ કનોડિયા (Hitu Kanodia) અને નીલમ પંચાલ લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મ મનોજ આહિરે પ્રોડ્યુસ કરી છે. તો ફિલ્મનું ડિરેક્શન ઋષિલ જોશીએ કર્યું છે, જ્યારે ફિલ્મ કાજલ મહેતાએ લખી છે.

ફિલ્મનું પોસ્ટર સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કરતાં અભિનેત્રી નીલમ પંચાલે લખ્યું કે, “પરિવાર સાથે ઉતરાયણ મનાવવાની મજા આવીને? અમુક પળો પૈસા કરતાં પણ મહત્વની હોય છે એ સત્ય સમય સાથે જ સમજાય છે! પૈસા અને લાગણીઓ વચ્ચેની વાત લઈને આવી રહ્યા છીએ અમે!! ‘નાસૂર’ મરવાની પહેલી ઈચ્છા કે પછી જીવવાની છેલ્લી ઈચ્છા!”