ગુજરાત પર વાવાઝોડું મહાનું સંકટ યથાવત છે. ઓમાન તરફ આગળ વધી રહેલા વાવાઝોડાએ ફરી એકવાર દિશા બદલી છે. હવે તે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. મહા વાવાઝોડું છ નવેમ્બરની રાત્રે દ્વારકા-વેરાવળની કિનારાનો વિસ્તારોમાં ટકરાશે. હવામાન વિભાગે માછીમારોને સમુદ્રમાં ન જવાની સલાહ આપી છે. ગુજરાત સરકારે પણ વાવાઝોડા સાથે લડવા માટે કમર કસી લીધી છે. ગુજરાત સરકારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં એનડીઆરએફની ટીમોને તહેનાત કરી છે. અધિકારીઓને હેડક્વાર્ટરને ન છોડવાની સૂચના આપી છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર જયંતા સરકારે સોમવારે જણાવ્યું કે મહા વાવાઝોડાનો ખતરો ગુજરાતથી હજી સુધી ટળ્યો નથી. મહા વાવાઝોડાએ દિશા બદલી છે. ગુજરાત માટે આગામી 24 કલાક નિર્ણાયક રહેશે.