ગુલાબો સિતાબો’ ફિલ્મનું બીજું સોન્ગ મદારી કે બંદર રિલીઝ થયું

0
798

અમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરાના સ્ટારર ફિલ્મ ‘ગુલાબો સિતાબો’નું બીજું સોન્ગ રિલીઝ થયું છે. મદારી કે બંદર સોન્ગમાં નવાબી મકાન માલિક મિર્ઝા એટલે કે અમિતાભ બચ્ચન અને તેના ભાડુઆત આયુષ્માન ખુરાના વચ્ચે ફાતિમા મહેલ હવેલીને લઈને થતી રસાકસીને બતાવવામાં આવી છે. ઉપરાંત આ સોન્ગમાં અમિતાભ લખનઉની શેરીઓ ગલીઓ ફરતા દેખાયા છે.

આ સોન્ગને અનુજ ગર્ગ અને તોષી રૈનાએ ગાયું છે. આ સોન્ગનું મ્યુઝિક અનુજ ગર્ગે આપ્યું છે. ફિલ્મનું પહેલું સોન્ગ જૂતમ ફેંક હતું. ઉપરાંત ફિલ્મનું ઓડિયો જ્યુકબોક્સ થોડા દિવસ પહેલાં જ રિલીઝ કરી દેવાયું હતું. આ ફિલ્મનું શૂટિંગ લખનઉમાં થયું હતું. ફિલ્મના શૂટિંગ દરમ્યાન લખનઉમાં સ્થાનિક લોકો અમિતાભ બચ્ચનને તેમના ગેટઅપને કારણે ઓળખી શકતા ન હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here