ગૃહ મંત્રાલયે CISFમાં પ્રથમ મહિલા બટાલિયનને આપી મંજૂરી….

0
65

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રીય સુરક્ષામાં તેમની ભૂમિકા વધારવાના હેતુથી એક ઐતિહાસિક નિર્ણય લેતા કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)માં પ્રથમ મહિલા બટાલિયન બનાવવાને મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયને મહિલા સુરક્ષા કર્મચારીઓ માટે ઐતિહાસિક પગલું માનવામાં આવી રહ્યું છે.CISFના પ્રવક્તાએ મંગળવારે જણાવ્યું હતું કે, CISF મહિલાઓ માટે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળમાં સેવા કરવાનો એક લોકપ્રિય વિકલ્પ રહ્યો છે. હાલમાં CISFમાં 7%થી વધુ મહિલાઓ કાર્યરત છે. મહિલા બટાલિયન બનવાથી દેશભરની યુવતીઓને CISFમાં જોડાવાની અને દેશની સેવા કરવાની પ્રેરણા મળશે. આ સાથે જ CISFમાં મહિલાઓને એક નવી ઓળક પણ મળશે.