ગોવિંદા અને સુનિતાના છૂટાછેડાની અફવાનો અંત….

0
306

ગોવિંદા અને તેમના પત્ની સુનિતા આહુજાના છૂટાછેડાની અફવાનો હવે અંત આવ્યો છે. આજે બંન્નેએ તેમના ઘરે ગણપતિજીની સ્થાપના કરી હતી. બંન્ને સાથે જોવા મળ્યા અને તેમના લગ્નજીવનમાં કોઈ તકલીફ નથી તે વાત આજે તેમણે સાબિત કરી. જોકે આ અગાઉ ગોવિંદાની દીકરી ટીના આહુજાએ પણ આ વાતે પોતાની પ્રતિક્રિયા આપી હતી અને અફવા પર ધ્યાન ન આપવા જણાવ્યું હતું. આજે મીડિયા સામે સુનિતા આહુજાએ તેમના છૂટાછેડાની અફવાનો અંત લાવી દીધો છે.