ચંદ્રયાન-૩ ના સફળ લેન્ડિંગ ની ગાંધીનગર માં ઠેર ઠેર ઉત્સાહભેર ઉજવણી

0
328

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ચંદ્રયાન-3 નું ચંદ્રની સપાટી પર લેન્ડિંગની ઐતિહાસિક ક્ષણનું શહેરમાં વિવિધ સ્થળે લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું. જે અંતર્ગત માન. મેયરશ્રી હિતેશભાઈ મકવાણા સેન્ટ્રલ વિસ્ટા ખાતે ઉપસ્થિત રહી સફળતાપૂર્વક લેન્ડિંગના સાક્ષી બન્યા હતા. આ દરમિયાન મેયરશ્રી એ સૌને મોં મીઠું કરાવીને આ ક્ષણને વધાવી હતી.

આ અવસરે મેયરશ્રી એ જણાવ્યું હતું કે માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતે આજે અંતરિક્ષ વિજ્ઞાન ક્ષેત્રે મેળવેલ અભૂતપૂર્વ સફળતા ભારતને વિકસિત દેશોની હરોળમાં મોખરાનું સ્થાન બિરાજમાન કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

આ વેળાએ સ્ટે. કમિટીના ચેરમેનશ્રી જશવંતભાઈ પટેલ, કાઉન્સિલરશ્રીઓ, અધિકારીશ્રીઓ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.