ચાર ટુ વ્હીલરોની ડેકીનાં લોક તૂટયા, દાગીના ,મોબાઇલ મળીને 1 લાખની મત્તા ચોરાઈ

0
153

ગાંધીનગરનાં રાંદેસણનાં શ્રીરંગ પ્લાઝા કોમ્પલેક્ષ ખાતે પાર્ક ચાર ટુ વ્હીલરોની ડેકીનાં લોક તૂટયા, દાગીના – મોબાઇલ મળીને 1 લાખની મત્તા ચોરાઈ.ગાંધીનગરમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જીએસએસબીની પરીક્ષા યોજવામાં આવી હતી. જો કે ગૌણ સેવા મંડળ દ્વારા પરીક્ષાર્થીઓનાં મોબાઇલ, બેગ, સર સામાનની સાથે મહિલા ઉમેદવારોએ પહેરેલ દાગીના પણ કાઢી નાખવાની ફરજ પાડવામાં આવી હતી. જેનાં કારણે પરીક્ષાર્થીઓએ દાગીના વિગેરે ચીજ વસ્તુઓ પોતાના ટુ વ્હીલરમાં મૂકવી પડી હતી. જેનો ફાયદો ઉઠાવી રાંદેસણનાં શ્રીરંગ પ્લાઝા કોમ્પલેક્ષ ખાતેના પાર્કિંગ વિસ્તારમાં પાર્ક આઠેક વાહનોમાંથી ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. આ મામલે દાગીના સહિત એક લાખનાં મુદ્દામાલની ચોરીની ફરિયાદ ઈન્ફોસિટી પોલીસ મથકમાં નોંધવામાં આવી છે.