કલોલ તાલુકામાં નવ 6 કેસ નોંધાતા રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 7,802ને આંબ્યો છે. જ્યારે છેલ્લાં 24 કલાકમાં 23 દર્દીઓના મૃત્યુ સાથે ગુજરાતમાં કુલ 472 દર્દીઓ અત્યાર સુધીમાં કોરોના સંક્રમણ લાગ્યા બાદ મૃત્યુ પામ્યાં છે. કલોલ તાલુકાના જાસપુર ગામના 6 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ તમામ લોકો AMCમાં નોકરી કરતા હતા. વોટર ટીટમેન્ટ પ્લાન્ટમાં ફરજ બજાવે છે. આ તમામનો રિપોર્ટ કરાવ્યો હતો જેમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. રાજ્ય પોલીસવડાએ જણાવ્યું છેકે શ્રમિકો પોતાના વતન જવા ઇચ્છતા હોય તેમને વતન મોકલવાની કામગારી ચાલી રહી છે. તેમ છતાં અમુક સ્થળોએ લોકો ચાલતા વતન જવા નીકળ્યા હોવાનું ધ્યાને આવ્યું છે. આ સંદર્ભે તમામ એકમોને સૂચન કરવામાં આવ્યા છે કે તેમને રોકીને શેલ્ટર હોમમાં રાખવામાં આવે અને વહીવટી તંત્રના સંકલનમાં રહીને આ લોકોને વતન પહોંચાડવાની જરૂરી કાર્યવાહી કરવામાં આવે.. અમુક લોકો સ્વાસ્થ્ય પર જોખમ ઉભુ થાય તેવા કૃત્ય કરે છે આવા લોકોને ઓળખીને ગુનો દાખલ કરવામાં આવી રહ્યો છે. જે લોકો આંતરજિલ્લા મુવમેન્ટ કરવા માગે છે તેઓ શક્ય હોય ત્યાં સુધી અવર જવર ટાળે. અમુક કિસ્સામાં આ રીતે આંતરરાજ્ય મૂવમેન્ટના કારણે બીજા જિલ્લામાં ચેપ લાગ્યાના બનાવો બન્યા છે. ત્યારે બિનજરૂરી અવર જવર ટાળો અને બહુ જરૂરી હોય તો અધિકૃત પાસ લઇને જાઓ અને ક્વોરન્ટીન થઇને રહો.