અયોધ્યાનો ઐતિહાસીક ચુકાદાના થોડા જ સમય પછી સુપ્રીમ કોર્ટ ફરી એક વાર ખાસ નિર્ણય સંભળાવવાના છે. ગુરુવારે સુપ્રીમ કોર્ટ સબરીમાલા વિવાદ અને રાફેલ વિમાન સોદામાં તેમનો ચુકાદો આપશે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) રંજન ગોગોઈની આગેવાની વાળી બેન્ચ ગુરુવારે સવારે 10.30 વાગે આ વિશે ચુકાદો આપશે.
આ બે મોટા નિર્ણયો સિવાય સુપ્રીમ કોર્ટ ગુરુવારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના અવગણના કેસમાં પણ ચુકાદો આપવાના છે. નોંધનીય છે કે, 17 નવેમ્બરે CJI નિવૃત્ત થઈ રહ્યા છે. તે પહેલાં તેઓ મહત્વના કેસ પર ચુકાદો આપી રહ્યા છે.
ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ 17 નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે. આ સમયે તેમની બેન્ચ સામે એવા ઘણાં બદા મહત્વના કેસ છે જે વિશે આ સપ્તાહમાં ચુકાદા આવવાની શક્યતા છે. અયોધ્યાનો ઐતિહાસીક ચુકાદો આવી ગયો છે અને હવે ગુરુવારે રાફેલ-સબરીમાલા વિવાદ અને રાહુલ ગાંધીના કેસનો પણ ચુકાદો આવવાનો છે.