Home News Gujarat જગતના તાત માટે નવી મુશ્કેલી:માવઠાની આગાહી સાથે ખાતરની પણ અછત

જગતના તાત માટે નવી મુશ્કેલી:માવઠાની આગાહી સાથે ખાતરની પણ અછત

0
267

જગતના તાત પર માવઠાની ઘાત મંડરાઈ રહી છે, આ એક ઘાત ઓછી હતી ત્યાં ઘણાં વિસ્તારોમાં ખાતરની અછત સર્જાતા ખેડૂત મુશ્કેલીમાં મુકાયો છે. સરકાર પૂરતો જથ્થો હોવાની વાત કરે છે, તેમ છતાં ખેડૂતોને ખાતર લેવા માટે લાઈનો લગાવવાની ફરજ પડી છે.

રાજ્યના ખેડૂતોના માથે એક પછી એક ઘાત આવી રહી છે. ક્યાંક વાવાઝોડાથી પાકને નુકસાન, તો ક્યાંક પાણી વિના પાક થઈ રહ્યો છે,એટલું જ નહીં નકલી બિયારણ પણ ખેડૂતોનો મહામૂલો પાક બગાડી રહ્યા છે. ત્યારે શિયાળુ પાકના વાવેતર વચ્ચે હવામાન વિભાગે કરેલી માવઠાની આગાહીએ પણ ખેડૂતોની ચિંતા વધારી છે. આટલી સમસ્યા ઓછી હતી ત્યાં હવે સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ખાતરની અછત સર્જાઈ છે.