જાહેરમાર્ગો પર ક્રિકેટ ફેન્સનું કિડિયારું ઉભરાયું…

0
143

T20 વર્લ્ડ કપ ફાઈનલમાં ટીમ ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં ટીમ ઇન્ડિયાએ સાઉથ આફ્રિકાને 177 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં સાઉથ આફ્રિકા 20 ઓવરમાં માત્ર 169 રન જ કરતા ટીમ ઇન્ડિયાનો 7 રનથી વિજય થયો છે. આ મેચમાં 3 વિકેટ પડ્યા બાદ વિરાટ કોહલીએ 76 રન અને અક્ષર પટેલે 47 રન બનાવ્યા હતા. ત્યાર બાદ કોહલી અને શિવમ દુબેએ 57 રનની ભાગીદારી કરી હતી. ત્યારે વર્લ્ડ કપ ફાઈનલમાં ટીમ ઇન્ડિયાની જીત થતાં ગુજરાતીઓએ રાજ્યભરમાં ઉજવણી કરી છે. વિવિધ શહેરોમાં ફટાકડા ફોડીને ટીમ ઇન્ડિયાની જીતને બિરદાવવામાં આવી હતી.
T20 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાની ભવ્ય જીત બાદ ગાંધીનગરાઓ ઘ 4 અને રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. ઇન્ડિયા ઇન્ડિયાના નારાથી ગાંધીનગરના રસ્તા ગુંજી ઉઠ્યા હતા.