જિલ્લામાં કોરોના અંતર્ગત 7 રાજયોના યાત્રિકોનો આશ્રય

0
837

કોરોના વાયરસ કોવિડ- ૧૯ ના સંક્રમણને અટકાવવા સમગ્ર રાષ્ટ્રમાં લોક ડાઉનની પરિસ્થિતિ માં વાયરસના સંક્રમણને અટકાવવા રાજયમાં આવેલા પરપ્રાંતિય યાત્રિકો જયાં છે ત્યાંજ તેમને લોક ડાઉન કરવા સેલ્ટર હોમ કાર્યરત કરવામાં આવ્યા છે. તદૂઅનુસાર ગાંધીનગર જિલ્લામાં કોરોના અંતર્ગત લોકડાઉન માટે શરૂ કરવામાં આવેલા સેલ્ટર હોમ પૈકી ચિલોડા ખાતે
કાર્યરત ઓમ લેન્ડ માર્ક શૈક્ષણિક સંકુલમાં ૭ રાજયોના યાત્રિકો આશ્રય લઇ રહ્યાં છે. જેમાં રાજસ્થાનના ૮૨, ઉત્તરપ્રદેશના ૭૭, બિહારના ૧,મધ્યપ્રદેશના ૩૧, કર્ણાટકના ૨ હરિયાણાના ૪ અને ઉત્તરાખંડના ૧ મળી કુલ- ૧૯૮ યાત્રિકો આશ્રય લઇ રહ્યાં છે. આ આશ્રય કેમ્પમાં યાત્રિકોને સવારે ચા-નાસ્તો, બપોરનું ભોજન સાંજે ચા અને રાત્રે ભોજન આપવામાં આવે છે. ભોજનમાં ગરમાગરમ દાળ,ભાત,શાક, રોટલી આપવામાં આવે છે. આ યાત્રિકોમાં આઠ મહિલાઓ, ૧૮૫ પુરૂષો અને પાંચ બાળકો છે. સેલ્ટર હોમમાં આ યાત્રિકોનું દરરોજ મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે. તથા સામાન્ય બિમારી હોય તો દવાઓ આપવામાં આવે છે. ગર્ભવતી મહિલાઓને ખાસ મેડિકલ ચેકઅપ અને સારંવાર આપવા
એમ્બ્યુલન્સ સેવા દ્વારા ગાંધીનગર સિવિલ ખાતે લઇ જવામાં આવે છે. અને પરત લાવવામાં આવે છે.
શૈક્ષણિક સંકુલના સંચાલક શ્રી અશોકભાઇ રાવલે જણાવ્યું કે, ચિલોડાના ઓમ લેન્ડ માર્ક સેલ્ટર હોમમાં અમારી સંસ્થા દ્વારા ૨૦૦ લોકોને બે ટાઇમ ભોજન સાથે મનોરંજન પુરૂં પાડવામાં આવે છે. અત્રે સ્ટેન્ડબાય મેડિકલ ટીમ દ્વારા દરરોજ મેડિકલ ચેકઅપ તેમજ ધન્વનતરિ રથ દ્વારા ટાયાબિટીસ અને બી.પી.ના રોગની ચકાસણી કરવામાં આવે છે. પરપ્રાંતિય યાત્રિકો માટે અત્રે સેલ્ટર હોમમાં ૩૨ જેટલા એટચ બાથરૂમ સાથેના રૂમની સુવિધા પુરી પાડવામાં આવી છે. ઉપરાંત અલગથી ૨૮ પુરુષ અને ૨૮ સ્ત્રી ના અલગ શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here