જિલ્લામાં 2 બાળકો સહિત 25 વ્યક્તિઓ સંક્રમિત

0
554

જિલ્લામાં કોરોનાની નગરચર્યાથી બે બાળકો સહિત નવા 25 વ્યક્તિઓ સંક્રમિત થયા છે. જ્યારે તેની સામે સુખદ સમાચાર એ છે કે હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા 10 દર્દીઓને રજા આપી છે. કોરોનાના નવા નોંધાયેલા 25 કેસમાંથી ગાંધીનગર અને કલોલ તાલુકામાંથી 10-10 કેસ જ્યારે મનપા વિસ્તારમાંથી 3 અને દહેગામમાંથી બે નવા કેસ નોંધાયા છે. જ્યારે બે દર્દીઓના મોત થયા છે જેમાં કલોલના ગાયના ટેકરા વિસ્તારના 60 વર્ષીય વૃદ્ધનું અને મનપા વિસ્તારના સેક્ટર-4ના 65 વર્ષીય વૃદ્ધ પણ મોત નિપજતા જિલ્લામાં કુલ મોતનો આંકડો 39એ પહોંચ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here