જિલ્લા સખી મંડળોની બહેનોએ ૧૫ હજાર જેટલા માસ્ક બનાવ્યા 

0
606

ગાંધીનગર જિલ્લામાં માસ્કની અચાનક માંગ વધી ગઇ હતી. આ માંગને સફળ રીતે પૂર્ણ કરવા માટે ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્રારા સખી મંડળોને માસ્ક બનાવવા માટે ઓર્ડર કર્યો હતો. ગાંધીનગર જિલ્લા સખી મંડળોની બહેનોએ અત્યાર સુધી ૧૫ હજાર જેટલા માસ્ક બનાવી સામાજિક અને નૈતિક જવાબદારી નિભાવવી છે.
કોરોના વાઇરસ નો ચેપ મોઢા, નાક તેમજ શ્વાસોશ્વાસ દ્વારા ફેલાય નહીં તેની તકેદારી ના ભાગરૂપે લોકોમાં માસ્ક નો ઉપયોગ અને આવશ્યક્તા વધી રહી છે. આમતો સ્વસ્થ વ્યક્તિ ને માસ્ક ની જરૂર નથી હોતી પરંતુ જેમને શરદી ખાંસી, તાવ જેવા લક્ષણો જોવા મળે ત્યારે માસ્ક પહેરવું જરૂરી છે અન્યથા ચેપ લાગવાની શક્યતા વધી જાય છે. જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર દ્વારા સાવચેતી ના પગલાં રૂપે જિલ્લા માં સીવણની તાલીમ લીધેલા સખીમંડળ ના બહેનો દ્વારા માસ્ક બનાવવાનું કામ સોપાયું છે.

આ બાબતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ના જિલ્લા લાઈવ્લિહૂડ મેનેજરે જીતેન પારેખે જણાવ્યુ હતું કે આ માસ્ક મોટાભાગે કોટન કાપડ કે જે ખાસ કરીને માસ્ક બનાવવા માટે વપરાય છે. તે મટિરિયલમાથીજ બનાવવા માં આવે છે અને જેને ગરમ પાણી થી ધોઈ રોજ ઉપયોગ માં લઈ શકાય છે. જેની સામે બજાર માં જે ડિસ્પોઝેબલ માસ્ક મળે છે તેનો ઉપયોગ સીમિત સમય માટેજ કરી શકાય અને તેનો ઉપયોગ કર્યા બાદ તેનો સાચી રીતે નાશ કરવો પણ ખૂબ આવશ્યક છે અન્યથા તે હાનિકારક બની રહે છે. કોટન કાપડ માંથી બનાવવા માં આવતા માસ્ક સેફ અને રિયુજેબલ હોવા થી વારે વારે માસ્ક ખરીદવામાં ની ઝંઝટ માથી મુક્તિ મળે છે. આ પ્રકાર ના માસ્ક બાબતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તથા નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સાથે મળેલ બેઠક બાદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોટન માસ્ક બનાવવા ની કામગરી સખીમંડળ ને સોપવામાં આવી હતી. જે બાદ અન્ય સરકારી કચેરીઓ, સંસ્થાઑ દ્વારા પણ આ પ્રકાર ના માસ્ક બનાવવા ગ્રામીણ સ્વ-સહાય જૂથોને ઓર્ડર મળેલ છે. અત્યાર સુધીમા કુલ ૧૫૦૦૦ જેટલા માસ્ક આ બહેનો દ્વારા બનાવી એક સામાજિક અને નૈતિક જવાબદારી નિભાવવામાં આવી છે.

આ માસ્ક બનાવવા માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ગાંધીનગર ની એન.આર.એલ.એમ. શાખા દ્વારા જરૂરી તમામ મટિરિયલ આ ગ્રામીણ મહિલાઓ ને ઘર બેઠા મળી રહે તે પ્રમાણેનું આયોજન કરવામાં આવે છે જેથી આ લોકડાઉન ની સ્થિતિ માં પણ આ ભગીરથ કાર્ય અવિરત પણે ચાલુ રાખી શકાય અને ગ્રામીણ મહિલાઓને પણ ઘેર બેઠા આજીવિકા પણ મળી રહે. આ પ્રમાણેના માસ્ક ની જરૂરિયાત હોય તો કોઈ પણ સરકારી કે બિનસરકારી કચેરી, એન.જી.ઑ., પ્રાઈવેટ કે સરકારી સંસ્થા જિલ્લા લાઈવ્લિહૂડ મેનેજર નો “૯૦૯૯૯૫૫૯૦૬” પર સંપર્ક કરી બલ્ક ઓર્ડર મુજબ માસ્ક મેળવી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here