જીલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ પ્રોજેક્ટ હેઠળ કાર્યરત “જીવન આસ્થા“ હેલ્પલાઈન શરૂ કરવામાં આવી..

0
278

ગાંધીનગર જીલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ પ્રોજેક્ટ હેઠળ કાર્યરત “જીવન આસ્થા“ હેલ્પલાઈન દ્વારા વિશ્વ આત્મહત્યા નિવારણ નિમિત્તે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી હતી. આ હેલ્પલાઇનને ૮ વર્ષ પુર્ણ થયા છે. જે અંતર્ગત જિલ્લામાં લોકજાગૃતિ માટેના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.આજે ઉમા આટર્સ કોલેજ, સેકટર-૨૩ ખાતે અવેરનેસ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. અવેરનેસ માર્ચને Dy.SP શ્રી અમી પટેલના હસ્તે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવી હતી.માર્ચ સર્વ વિશ્વ વિધાલય સંકુલ, સેકટર- ૨૩ની ફરતે પોલીસ બેન્ડ સાથે ફરી હતી. આ માર્ચમાં વિવિધ કોલેજ- શાળાની ૭૦૦ જેટલી વિઘાર્થીનીઓ અને પોલીસ સ્ટાફ જોડાયો હતો.