ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન છેલ્લા 18 કલાકથી ફરાર…

0
176

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની એક ટીમે સોમવારે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનના દિલ્હીના નિવસસ્થાને કથિત જમીન છેતરપિંડીના કેસમાં મની લોન્ડરિંગની તપાસના સંબંધમાં પૂછપરછ કરવા માટે મુલાકાત લીધી હતી. આ સાથે જ ઇડીએ ત્યાં 12 કલાકથી વધુ સમય સુધી પડાવ નાખી રાખ્યો હતો.

આ સાથે જ ભાજપ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે મુખ્ય પ્રધાન છેલ્લા 18 કલાકથી ફરાર થઈ ગયા છે. એવા પણ અહેવાલ સામે આવી રહ્યા છે કે EDની કાર્યવાહીના ડરથી તેઓ ફરાર થઈ ગયા છે.‘આજે અમારા મુખ્યમંત્રી હેમંત સોરેન જી ફરાર થયા છે, તેનાથી ઝારખંડના લોકોનું સન્માન નાશ પામ્યું છે” આ પ્રકારની કોમેન્ટ કરીને બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ હિન્દીમાં `ગુમ` કૅપ્શન સાથે ઝારખંડના મુખ્યમંત્રીની તસવીર દર્શાવતા પોસ્ટર સાથે ટ્વિટ શૅર કર્યું હતું. જોકે, સોરેન 27 જાન્યુઆરીના રોજ રાંચીથી દિલ્હી જવા નીકળ્યા હતા, તેમની પાર્ટીએ સોમવારે કહ્યું હતું કે તેઓ અંગત કામ માટે ગયા હતા અને પાછા આવશે.ઝારખંડના સીએમ સોરેનના ફરાર થઈ જવાના દાવાઓ વચ્ચે તેમના પરિવારના સભ્યોએ આક્ષેપ કર્યો હતો કે જેએમએમના નેતાની સ્થિતિને સાચી પાડવા માટે ખોટી વાર્તા ગોઠવવામાં આઆવી રહી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઝારખંડના સીએમએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પર રાજકીય એજન્ડાથી પ્રેરિત હોવાનો આરોપ મૂક્યો હતો. જ્યારે કથિત જમીન કૌભાંડની તપાસના સંબંધમાં 31 જાન્યુઆરીએ તેમનું નિવેદન નોંધવા માટે સંમત થયા હતા.