ટોકિયો ઓલિમ્પિકમાં મીરાબાઈ ચાનુની સિદ્ધિ : વેઇટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ

0
559

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનું ખાતુ ખુલી ગયુ છે. મીરાબાઈ ચાનુ એ ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારત માટે પ્રથમ ચંદ્રક જીત્યો છે. મીરાબાઈ ચાનુએ 49 કિલો વજનની કેટેગરીમાં મહિલાઓની વેઇટલિફ્ટિંગમાં શાનદાર પ્રદર્શન કરી જીત હાંસિલ કરી છે.
મીરાબાઈ ચાનૂએ સિલ્વર મેડલ જીતી ઈતિહાસ રચ્યો છે.ષ્ટ્રપતિ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મીરા બાઈ ચાનૂને શુભેચ્છા પાઠવી છે. મીરાબાઈ ચાનુએ સ્નેચ રાઉન્ડમાં 87 કિલો વજન ઉઠાવ્યું હતુ ,જ્યારે ક્લીન એન્ડ જર્કમાં 115 કિલો ઉચક્યું હતુ.
મીરાબાઈ ચાનુએ ટોક્યો ઓલિમ્પિક્સ માં ભારત માટે પ્રથમ ચંદ્રક જીત્યો છે. તેણે સ્નેચ અને ક્લીન એન્ડ જર્ક રાઉન્ડમાં કુલ 202 કિલો વજન ઉચકી અને સિલ્વર મેડલ જીત્યો. જ્યારે મીરાબાઈએ સ્નેચ રાઉન્ડમાં 87 કિલો વજન ઉચક્યું હતું, ત્યારે તેણે ક્લિન એન્ડ જર્કમાં 115 કિલો વજન ઉઠાવ્યું હતું. 49 કિલો વજનના વર્ગમાં મહિલા વેઈટ લિફ્ટિંગમાં ચીનના વેઇટલિફ્ટરે ગોલ્ડ મેડલ જીત્યો હતો. મીરાબાઈ ચાનુ એ 49 કિલો વજનની કેટેગરીમાં મહિલાઓની વેઇટલિફ્ટિંગ માં અદ્ભુત પ્રદર્શન કર્યું હતું

મીરાબાઈ ચાનૂનો ઓલિમ્પિકમાં મહિલા વેટલિફ્ટિંગમાં ભારત માટે બીજી મેડલ જીત્યો છે. ક્લીન એન્ડ જર્કમાં 1115 કિલો વજન ઉપાડ્યું હતુ. આ પહેલા 2000 સિડની ઓલિમ્પિકમાં કર્નમ મલ્લેશ્વરીએ મેડલ જીત્યો હતો. એટલે કે, 21 વર્ષ બાદ ભારતે મહિલા વેટલિફ્ટિંગમાં ઓલિમ્પિકમાં મેડલ જીત્યો છે.

ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનારી મીરાબાઈ ચાનુ, બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ બાદ આ બીજી ભારતીય મહિલા ખેલાડી બની ગઈ છે.

મણિપુરના મુખ્યપ્રધાન એન બિરેન સિંહે ટ્વિટ કરી કહ્યું કે, મીરાબાનુએ વેઈટલિફ્ટિંગમાં મહિલા 49 કિલો વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો છે.તમે આજે દેશને ગૌરવ અપાવ્યું છે. ગૃહ પ્રધાન અમિત શાહે પણ મીરા બાઈ ચાનૂને પણ શુભેચ્છા આપી છે. મીરાબાઈ ચાનૂ એ 49 કિલો વજનની કેટેગરીમાં મહિલાઓની વેઇટલિફ્ટિંગ માં સિલ્વર મેડલ જીતતા ચાનૂના ઘરે જશ્નનો માહોલ સર્જાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here