અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત ભારતીયો અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. ટ્રમ્પે ભારતીય-અમેરિકનને મહાન વૈજ્ઞાનિક અને સંશોધનકર્તા ગણાવી કહ્યું, બંને દેશો સાથે મલીને કોરોના વાયરસની રસી વિકસિત કરવા સાથે મળીને કામ કરી રહ્યા છે.
ટ્રમ્પે પત્રકારોને કહ્યું, ચાલુ વર્ષના અંત સુધી કોરોના વાયરસની રસી વિકસિત થવાની સંભાવના છે. હું થોડા સમય પહેલા જ ભારતથી પરત ફર્યો છું અને અમે સાથે મળીને કામ કરી રહ્યા છીએ. અમેરિકામાં મોટી સંખ્યામાં ભારતીયો છે અને તમે જે લોકો અંગે વાત કરી રહ્યા છો તેમાંથી અનેક લોકો રસી વિકસિત કરવામાં લાગ્યા છે.